Maldives dispute: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવની મહિલા મંત્રીના વાંધાજનક નિવેદનથી શરૂ થયેલો વિવાદ શમવાનો નામ નથી લઈ રહ્યો. જો કે આ વિવાદના મૂળ અને મંત્રી સહિત ત્રણ લોકોને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સસ્પેન્ડ કરી દીધા છે. ચીને આ સમગ્ર વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, તો હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલે ભારતને સમર્થન આપ્યું છે. માલદીવ વિવાદ પર ઈઝરાયેલ ભારત માટે આગળ આવ્યું છે. નવી દિલ્હીમાં ઇઝરાયેલના રાજદૂતે જાહેરાત કરી છે કે તે ભારતીય દ્વીપસમૂહમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે.