Get App

Layoff News: એક જ કંપનીમાં ફરી વાર છટણી, Morgan Stanleyએ આપ્યો ઝટકો, જાણો ક્યાં સુધી સ્થિતિ સુધરશે

છટણીની તલવાર હજુ શમી નથી. નાણાકીય સર્વિસ પૂરી પાડતી ગ્લોબલ ફર્મ Morgan Stanley ફરી એકવાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે. મંદીની આશંકા વચ્ચે ડીલમાં વિલંબ મોર્ગન સ્ટેન્લી પર અસર કરી રહી છે, જેણે ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

MoneyControl Newsઅપડેટેડ May 02, 2023 પર 10:13 AM
Layoff News: એક જ કંપનીમાં ફરી વાર છટણી, Morgan Stanleyએ આપ્યો ઝટકો, જાણો ક્યાં સુધી સ્થિતિ સુધરશેLayoff News: એક જ કંપનીમાં ફરી વાર છટણી, Morgan Stanleyએ આપ્યો ઝટકો, જાણો ક્યાં સુધી સ્થિતિ સુધરશે
Morgan Stanley ફરી એકવાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે. મંદીની આશંકા વચ્ચે ડીલમાં વિલંબ થઇ રહ્યો છે તો એની અસર મોર્ગન સ્ટેન્લી પર પણ દેખાઈ રહી છે.

Layoff News: છટણીની તલવાર હજુ શમી નથી. નાણાકીય સર્વિસ પૂરી પાડતી ગ્લોબલ ફર્મ Morgan Stanley ફરી એકવાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે. મંદીની આશંકા વચ્ચે ડીલમાં વિલંબ થઇ રહ્યો છે તો એની અસર મોર્ગન સ્ટેન્લી પર પણ દેખાઈ રહી છે. જેણે ખર્ચમાં ઘટાડો કરવા માટેનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગે સૂત્રોના હવાલાથી પ્રાપ્ત માહિતી અનુસાર, વરિષ્ઠ મેનેજરો આ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં લગભગ 3,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યા છે. આનાથી વિશ્વભરમાં કંપનીના કર્મચારીઓને અસર થશે અને આ તેના નાણાકીય સલાહકારો અને વ્યક્તિગત સમર્થનને બાદ કરતાં તેના ગ્લોબલ કર્મચારીઓના લગભગ 5 ટકા છે. બેંકિંગ અને ટ્રેડિંગ ગ્રુપના લગભગ 82 હજાર કર્મચારીઓ છે.

પરિસ્થિતિ ક્યારે સુધરશે

Morgan Stanleyએ થોડા મહિના પહેલા તેના 2 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. Morgan Stanleyએ ડિસેમ્બરમાં 1600 નોકરીઓ ઘટાડી હતી. મોર્ગન સ્ટેન્લીના સીઈઓ જેમ્સ ગોર્મને ગયા મહિને કહ્યું હતું કે અંડરરાઈટિંગ અને મર્જરની પ્રવૃત્તિ ધીમી પડી ગઈ છે અને 2024ના બીજા ભાગમાં એટલે કે જુલાઈ-ડિસેમ્બર 2024 પહેલા તે ફરી શરૂ થવાની તેમને આશા નથી. આ બધાનું એક મોટું કારણ એ છે કે ફેડરલ રિઝર્વ ફુગાવાને પહોંચી વળવા વ્યાજદરમાં વધારો કરી રહ્યું છે અને તેમાં હજુ વધારો થવાની શક્યતા છે. આના કારણે બેંકિંગ પ્રવૃતિ પર અસર પડી છે અને મર્જરની ગતિવિધિઓ ધીમી પડી છે.

Morgan Stanley માટે માર્ચ ક્વાર્ટર કેવું રહ્યું?

બધા સમાચાર

+ વધુુ વાંચો