Use Of Lemon For Hair: ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા લોકોને ઘણી પરેશાન કરે છે. આ સિઝનમાં વાળ ઝડપથી ખરવા લાગે છે. લીંબુ વાળની અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં અસરકારક રીતે કામ કરે છે. લીંબુનો રસ વાળમાં લગાવવાથી માથાની ચામડીના ચેપ, ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો થાય છે. લીંબુના રસમાં હાજર સાઇટ્રિક એસિડ વાળની ચમક વધારે છે. ડેન્ડ્રફની સમસ્યામાં પણ લીંબુનો રસ અસરકારક રીતે કામ કરે છે. જાણો વાળમાં લીંબુના રસનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના શું ફાયદા છે?