Bournvita Healthy drink news: કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક્સની સીરીઝમાંથી દૂર કરવા જણાવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે. નોટિફિકેશન મુજબ, તમામ ઈ-કોમર્સ વેબસાઈટને તેમના પ્લેટફોર્મ પર બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્ધી ડ્રિંક કેટેગરીની બહાર રાખવા માટે કહેવામાં આવ્યું છે.