'ધ લેન્સેટ' દ્વારા પ્રકાશિત એક નવા સ્ટડીમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વર્ષ 2050 સુધીમાં લગભગ 40 મિલિયન લોકો એન્ટિબાયોટિક-પ્રતિરોધક ચેપને કારણે મૃત્યુ પામશે. સ્ટડીમાં એવો પણ અંદાજ છે કે આવનારા દાયકાઓમાં આ એન્ટિબાયોટિક-પ્રતિરોધક સંક્રમણને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે.