વધતી ઉંમર દરેકને ચિંતા કરાવે છે. તેને રોકી શકાતું નથી પરંતુ તેની અસર ઘટાડવા માટે ચોક્કસ પ્રયાસો કરી શકાય છે. જૂના સમયમાં ઉપવાસ શ્રદ્ધા સાથે સંકળાયેલા હતા, હવે ડોક્ટરો તેના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરવા લાગ્યા છે. અમેરિકા સ્થિત એક પ્રમાણિત MD ડૉક્ટરે 3 દિવસ ઉપવાસ કરીને એક પ્રયોગ કર્યો. તેના પરિણામો આશ્ચર્યજનક રહ્યા છે. તેમનો દાવો છે કે 72 કલાકના ઉપવાસ પછી તેમની જૈવિક ઉંમર ઘટી ગઈ.