Yellow Turmeric Water In Morning: ખોરાકમાં વપરાતી હળદર એક અદ્ભુત વસ્તુ છે. આયુર્વેદમાં હળદરનો ભરપૂર ઉપયોગ થાય છે. હળદર દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. 1 ચપટી હળદર ખાવાનો રંગ અને સ્વાદ વધારે છે. તે ઘણી ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે. આ માટે દરરોજ સવારે 1 ગ્લાસ હળદરનું પાણી પીવો. ખાલી પેટે એક ચપટી હળદરનું સેવન કરવાથી વાઈરલ ઈન્ફેક્શન અને અન્ય ઈન્ફેક્શનનું જોખમ ઓછું થઈ જાય છે. ખાસ વાત એ છે કે હળદરનું પાણી પીવાથી પણ સ્થૂળતા ઓછી થાય છે.