બાયોટિન, જેને વિટામિન B7 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જે વાળ, ત્વચા અને નખના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. બાયોટિન વાળ બનાવતા પ્રોટીન, કેરાટિનનું પ્રોડક્શન વધારવામાં પણ મદદ કરે છે. એટલે કે વાળને સ્વસ્થ રાખવામાં બાયોટિન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાયોટિનની ઉણપ વાળ પાતળા થવા અને વાળ ખરવાનું કારણ બની શકે છે, તેથી વાળના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમારા આહારમાં બાયોટિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.

