ઠંડીના દિવસોમાં આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો સવારની ચામાં આદુ ન હોય તો તેની મજા આવતી નથી. આદુને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ વધુ પડતી આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનવાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આદુની ચાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સિવાય વધુ આદુવાળી ચા પણ તમારું બીપી ઓછું કરી શકે છે. જો તમે પણ આદુની ચા પીવાના શોખીન છો, તો જાણો તેના શું ગેરફાયદા છે?