Corona virus: કોરોના ભલે ખતમ થઈ ગયો હોય પરંતુ તેની અસર હજુ પણ દેખાઈ રહી છે. AIIMS ના પીડિયાટ્રિક સર્જન ડૉ. શિલ્પા શર્મા કહે છે કે કોવિડમાંથી સાજા થયેલા લોકો પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તેમાં વાઇરલ ઇન્ફેક્શન, ત્વચાની એલર્જી, પિત્તાશયની સમસ્યાઓનો સમાવેશ થાય છે.