પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી છે. સ્નાયુ સમૂહ વધારવા અને સ્નાયુઓને મજબૂત કરવા માટે પ્રોટીનની જરૂર છે. બાળકોના સારા વિકાસ માટે તેમને પ્રોટીનયુક્ત આહાર આપવાની સલાહ આપવામાં આવે છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો બજારમાં મળતા પ્રોટીન પાઉડરને ટાળવાની સલાહ આપે છે. બજારમાં મળતા પ્રોટીન પાવડરમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આવા પ્રોટીન સપ્લીમેન્ટ્સ શરીરને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. તેથી, જો તમે ઘરે બાળકો અને પુખ્ત વયના લોકો માટે પ્રોટીન પાવડર તૈયાર કરો તો તે વધુ સારું રહેશે. આજે અમે તમને ઘરે પ્રોટીન પાવડર બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. જાણો પ્રોટીન પાવડર બનાવવાની રેસીપી.