Mediterranean Diet: વિશ્વમાં મહિલાઓમાં સ્ટ્રોકના કેસ સતત વધી રહ્યા છે. સ્ટ્રોક એ અમેરિકન મહિલાઓ માટે મૃત્યુનું પાંચમું મુખ્ય કારણ પણ છે. સ્ટ્રોક એ એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે તમારા મગજના ભાગમાં પૂરતો રક્ત પ્રવાહ ન હોય. સાદા શબ્દોમાં, સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અથવા જ્યારે રક્તવાહિની ફાટી જાય છે અને મગજમાં લોહી નીકળવા લાગે છે. આ એક ઈમરજન્સી સિચ્યુએશન છે કારણ કે આવી સ્થિતિમાં ઓક્સિજનના અભાવે મગજના કોષો મરવા લાગે છે.