Monsoon Health tips: ચોમાસાની ઋતુ એટલે ઠંડક, વરસાદ અને ચારે બાજુ લીલોતરી. પરંતુ આ ઋતુ સાથે ભેજ, શરદી, ખાંસી અને પાચન સંબંધી સમસ્યાઓ પણ આવે છે. આયુર્વેદ અનુસાર, ચોમાસામાં શરીરના ત્રણ દોષો – વાત, પિત્ત અને કફ – અસંતુલિત થઈ જાય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવા સમયે આયુર્વેદિક ઘરેલુ ઉપાયો અપનાવીને તમે તમારા શરીરને સ્વસ્થ અને રોગમુક્ત રાખી શકો છો.