Health tips: આજના ઝડપી જીવનમાં લાંબા સમય સુધી બેસી રહેવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ઓફિસમાં લાંબા કલાકો સુધી કામ, ઘરે ટીવી કે ફોનનો ઉપયોગ, અથવા ટ્રાફિકમાં લાંબો સમય ગાળવો, આ બધું આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદય રોગ, ડાયાબિટીસ, ઓબેસિટી, અને શરીરના દુખાવા જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આવો, જાણીએ આનાથી થતા નુકસાન અને તેનાથી બચવાની રીતો.