વજન ઘટાડવા અને હેલ્થને બેસ્ટ રાખવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવે છે. ઓઝેમ્પિક (Ozempic) જેવી દવાઓએ વજન ઘટાડવા અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં લોકપ્રિયતા મેળવી છે, પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ ઘણાને ચિંતા કરાવે છે. એવામાં એરિઝોના હેલ્થ સાયન્સિસ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચે એક કુદરતી વિકલ્પ રજૂ કર્યો છે - ફાઈબર! આ રિસર્ચ મુજબ, ફાઈબર ઓઝેમ્પિક જેવા જ ફાયદા આપી શકે છે, એ પણ ઓછા સાઈડ ઈફેક્ટ્સ સાથે.