Side effects of colouring: મહેંદી એક કુદરતી અને પરંપરાગત ઉપાય તરીકે ઓળખાય છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. નહીં તો તેનાથી ઘણા આડઅસરો થઈ શકે છે. મહેંદી સદીઓથી વાળને રંગવા માટે લોકપ્રિય કુદરતી રંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે વાળને ઘેરો લાલ-ભૂરો રંગ આપવાની સાથે તેને કન્ડિશનિંગ કરવાની ક્ષમતા માટે પસંદ કરવામાં આવે છે. સિન્થેટિક રંગોની સરખામણીમાં મહેંદીને સુરક્ષિત અને રાસાયણિક મુક્ત વિકલ્પ માનવામાં આવે છે. જોકે, વારંવાર મહેંદી લગાવવાથી કેટલીક નકારાત્મક અસરો થઈ શકે છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. તો ચાલો જાણીએ વારંવાર મહેંદી લગાવવાની કેટલીક આડઅસરો વિશે.