આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેનું કારણ છે વાયુ પ્રદૂષણ. સ્વિસ ફર્મ IQAirએ આ અંગે 121 દેશોની લાઈવ રેન્કિંગ શેર કરી છે. આ રેન્કિંગ અનુસાર ભારત અને પાકિસ્તાનના બે શહેરોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 121 દેશોની યાદીમાં ભારતના 3 શહેરો છે, જેમાંથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, કોલકાતા અને મુંબઈ છે. 13 નવેમ્બરે રાજધાની દિલ્હી સ્વિસ ફર્મ IQAirની લાઈવ રેન્કિંગમાં નંબર વન પર છે. દિલ્હીમાં આજે AQI 515 સુધી નોંધાયું છે.