આવતા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવાનું છે. જોકે, ભારતીય રેલ્વેએ મહાકુંભ માટે એક મહિના અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રયાગરાજ મહાકુંભ માટે રેલવેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 8 ડિસેમ્બરે પ્રયાગરાજ જશે. આ દરમિયાન રેલ્વે બોર્ડના સીઈઓ અને ચેરમેન સતીશ કુમાર પણ હાજર રહેશે. રેલ્વે મંત્રી મહાકુંભ 2025 માટે રેલ્વેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ પછી પીએમ મોદી ગંગા રેલ બ્રિજ અને પ્રયાગરાજ-વારાણસી રેલ ટ્રેકનું ઉદ્ઘાટન કરશે.