Get App

ટ્વીટરને ટક્કરઃ Metaએ લોન્ચ કરી Instagram Threads, એલોન મસ્કનું સામે આવ્યું રિએક્શન

Threads Launched: Metaના સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે Threads લોન્ચ કરી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપને ટ્વિટરની કોમ્પિટિટર ગણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ટ્વિટરના ઓનર ઇલોન મસ્કે તેના લોન્ચ પર એવી રીતે પ્રતિક્રિયા આપી કે લોકો પણ હસવા માટે મજબૂર થઈ ગયા.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2023 પર 11:28 AM
ટ્વીટરને ટક્કરઃ Metaએ લોન્ચ કરી Instagram Threads, એલોન મસ્કનું સામે આવ્યું રિએક્શનટ્વીટરને ટક્કરઃ Metaએ લોન્ચ કરી Instagram Threads, એલોન મસ્કનું સામે આવ્યું રિએક્શન
Threads Launched: કંપનીએ તેને Instagramની ટેક્સ્ટ આધારિત ‘ટોક’ એપ્લિકેશન તરીકે દર્શાવી છે. Metaના સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે Threadsના લોન્ચ વિશે માહિતી શેર કરી.

Threads Launched: Meta ટ્વિટરની જેમ જ મેસેજિંગ એપ Threads લાવ્યું છે. કંપનીએ તેને Instagramની ટેક્સ્ટ આધારિત ‘ટોક’ એપ્લિકેશન તરીકે દર્શાવી છે. Metaના સીઈઓ અને કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે Threadsના લોન્ચ વિશે માહિતી શેર કરી. Metaના Threadsનો ઉદ્દેશ્ય એવા યુઝર્સ સુધી પહોંચવાનો છે કે જેમણે ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા પછી પ્લેટફોર્મ છોડી દીધું હતું. Threads લોન્ચ થતાં જ મસ્કની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે.

એલોન મસ્કે ટ્વિટર યુઝરના મીમ પર ‘હાહા’ પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, એક યુઝરે ટ્વિટર પર એક મીમ શેર કર્યું છે કે Threads સંપૂર્ણપણે આ મોડલથી પ્રેરિત છે. તેમજ એક ઈમેજ પેસ્ટ કે જેના પર કીબોર્ડની બે સૌથી મહત્વની શોર્ટકટ કી કંટ્રોલ વી અને કંટ્રોલ સી બતાવવામાં આવી હતી. આનો સીધો અર્થ એ થયો કે Threads એ ટ્વિટરની સંપૂર્ણ કોપી-પેસ્ટ છે.

આ એપ 100થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી

બધા સમાચાર

+ વધુુ વાંચો