મુંબઈના લોકો માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે 7 ઓક્ટોબર, 2024થી, BKC અને આરે વચ્ચે પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન સર્વિસ શરૂ થઈ છે. આ સર્વિસ મુંબઈ મેટ્રો લાઇન 3 પર ઉપલબ્ધ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મેટ્રો પ્રશાસન આ સર્વિસ માટે MetroConnect3 એપ પણ લાવ્યું છે. તમને જણાવી દઈએ કે, BKC અને આરે વચ્ચે કુલ 10 મેટ્રો સ્ટેશન છે. તેના પર દરરોજ મેટ્રો ટ્રેનની 96 ટ્રીપ થશે. આ રૂટ પર લોકોને ઘણી સુવિધા મળશે. તેમની મુસાફરી સરળ બનશે અને સમયની પણ બચત થશે.