Bhagat Singh Jayanti 2023: દેશ આજે ભગતસિંહનો 116મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભગતસિંહે દેશને આઝાદ કરાવવા અંગ્રેજો સામે મોરચો ખોલ્યો હતો. સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ બ્રિટિશ સત્તાવાળાઓ સાથે ઘર્ષણ કરનાર ભગતસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં બ્રિટિશ સરકાર દ્વારા ત્રાસ સહન કર્યા પછી પણ ભગતસિંહે આઝાદીની માંગણી ચાલુ રાખી હતી.

