ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હકીકતમાં, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હુમલા ચાલી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 ને નષ્ટ કરી દીધી છે. પરંતુ આજે પીએમ મોદીએ એ જ એર ડિફેન્સ સિસ્ટમ સાથે પોતાનો ફોટો પડાવ્યો અને તેને પોતાના X હેન્ડલ પર પોસ્ટ કર્યો. આ ફોટામાં, S-400 પીએમની પાછળ ઉભેલું જોવા મળે છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા છે.

