Get App

Pakistani Actress: અરે આ શું બોલી ગઈ પાકિસ્તાની એક્ટ્રેસ, બાંગ્લાદેશ ભારતને હરાવશે તો શું કરી નાંખશે..?

Pakistani Actress: પાકિસ્તાનની હાર બાદ તેમના સમર્થકોના દિલ તૂટી ગયા છે. હવે તેઓ ભારતની હારની દુવા કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ પણ સામેલ છે. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બોલ્ડ નિવેદન આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 19, 2023 પર 10:33 AM
Pakistani Actress: અરે આ શું બોલી ગઈ પાકિસ્તાની એક્ટ્રેસ, બાંગ્લાદેશ ભારતને હરાવશે તો શું કરી નાંખશે..?Pakistani Actress: અરે આ શું બોલી ગઈ પાકિસ્તાની એક્ટ્રેસ, બાંગ્લાદેશ ભારતને હરાવશે તો શું કરી નાંખશે..?
Pakistani Actress: પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બોલ્ડ નિવેદન આપ્યું છે.

Pakistani Actress: આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 3માંથી માત્ર 1 મેચ હાર્યું છે પરંતુ તેનાથી ટીમની ક્ષમતા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ એક મોટો દાવો કરી નાંખ્યો છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ગુરુવારે ભારતને હરાવી દેશે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

શિનવારીએ આ વચન આપ્યું હતું

પાકિસ્તાનની હાર બાદ તેમના સમર્થકોના દિલ તૂટી ગયા છે. હવે તેઓ ભારતની હારની દુવા કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ પણ સામેલ છે. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, 'ઇન્શાલ્લાહ મારા બંગાળી ભાઈઓ આગામી મેચમાં બદલો લેશે. જો તેની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને બંગાળી ક્રિકેટર સાથે ફિશ ડિનર ડેટ કરીશ.

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પાકિસ્તાની પત્રકારોના વિઝામાં વિલંબ અને વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ચાહકો માટે વિઝા નીતિની ગેરહાજરી અંગે ICC સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો