પાકિસ્તાનની સંસદમાં સાંસદ ગોહર અલી ખાને પોતાની સરકારની બજેટ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું ઉદાહરણ આપીને પાકિસ્તાનની આર્થિક નીતિઓની ખામીઓ ઉજાગર કરી. ગોહર અલી ખાને શહબાઝ શરીફ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, પાકિસ્તાનનું કુલ બજેટ 62 અબજ ડોલર છે, જ્યારે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું બજેટ 97 અબજ ડોલર છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનનું કુલ રેવન્યૂ 50 અબજ ડોલર છે, જ્યારે ઉત્તર પ્રદેશનું રેવન્યૂ 80 અબજ ડોલર છે.