Perplexity AI Google Chrome: અમેરિકન જિલ્લા કોર્ટે ગયા વર્ષે એક મહત્વનો નિર્ણય આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે Googleએ ઓનલાઈન સર્ચના ક્ષેત્રમાં ગેરકાયદેસર એકાધિકાર જાળવી રાખ્યો છે. આ નિર્ણયના પગલે Google પર તેનું લોકપ્રિય વેબ બ્રાઉઝર Chrome વેચવાનું દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, Perplexity AIએ Google Chrome ખરીદવા માટે 34.5 બિલિયન ડોલરની એક મોટી ઓફર આપી છે. આ ઓફર Perplexityની પોતાની વેલ્યુએશનથી લગભગ બમણી છે, કારણ કે તાજેતરના ફંડિંગ રાઉન્ડમાં કંપનીનું વેલ્યુએશન 18 બિલિયન ડોલર હતું.