Get App

PM modi in Indian Dressing Room Video: ‘દેશ તમને જોઈ રહ્યો છે...', PM મોદી પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ, ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ... વાતચીતનો VIDEO આવ્યો સામે

PM modi in Indian Dressing Room Video: ટીમ ઈન્ડિયાની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ સાથે વાત કરી. આ દરમિયાન નિરાશ ટીમ ઈન્ડિયાને જોઈને વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓને હિંમત આપી. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Nov 21, 2023 પર 11:22 AM
PM modi in Indian Dressing Room Video: ‘દેશ તમને જોઈ રહ્યો છે...', PM મોદી પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ, ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ... વાતચીતનો VIDEO આવ્યો સામેPM modi in Indian Dressing Room Video: ‘દેશ તમને જોઈ રહ્યો છે...', PM મોદી પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ, ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ... વાતચીતનો VIDEO આવ્યો સામે
PM modi in Indian Dressing Room Video: દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા.

PM Narendra Modi in Team India Dressing Room VIDEO with Rohit Sharma Virat kohli: અમદાવાદમાં ICC વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા.

ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ તમને જોઈ રહ્યા છે, હિંમત રાખો. પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, એકબીજાને પ્રોત્સાહિત કરતા રહો, સાથે પીએમએ તમામ ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

પીએમઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય ખેલાડીઓની વાતચીતનો VIDEO જાહેર કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા પીએમ મોદીએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ખભા પર હાથ રાખીને બોલ્યા.

પીએમ મોદી કહી રહ્યા છે- તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. આ પછી વડા પ્રધાને નિરાશ રોહિતને આગળ કહ્યું- હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો