ભારતે ICC ટાઇટલ માટે 11 વર્ષની રાહનો અંત લાવીને ખૂબ જ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો છે. T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યા બાદ BCCIએ ટીમ ઈન્ડિયા પર પૈસાની વર્ષા કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ T-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ પુરસ્કાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. ગયા વર્ષે 19 નવેમ્બરે અમદાવાદમાં અધૂરું સપનું આખરે વેસ્ટ ઈન્ડિઝમાં પૂરું થયું ત્યારે રોહિત શર્માની ટીમ સાથે ટીવી સામે બેઠેલા ભારતીય ક્રિકેટ ચાહકોની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી.

