Rishi Sunak: બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની 'રામ કથા'માં હાજરી આપી હતી. આ દરમિયાન ઋષિ સુનકે કહ્યું કે તેમનો હિંદુ ધર્મ તેમના જીવનના તમામ પાસાઓને માર્ગદર્શન આપે છે અને દેશના સરકારના વડા તરીકે શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજમાં આધ્યાત્મિક નેતા મોરારી બાપુની રામ કથા ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન સુનકે ભાગ લીધો હતો. સુનકે ભારતના સ્વતંત્રતા દિવસે આ કાર્યક્રમના સંયોગને પણ ચિન્હીત કર્યો હતો.

