Sabarimala: કેરળના સબરીમાલા મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે જવાનો માર્ગ બદલાયો છે. સબરીમાલા ભક્તો લાંબા સમયથી રૂટ બદલવાની માંગ કરી રહ્યા હતા. હવે, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ સબરીમાલા ખાતે 'દર્શન' માર્ગ બદલવાનો નિર્ણય લીધો છે, જેનાથી ભક્તો સન્નિધાનમ ખાતે 18 પવિત્ર પગથિયાં ચઢતી વખતે સીધા દર્શન કરી શકશે. ટીડીબીના ચેરમેન પી એસ પ્રશાંતે જણાવ્યું હતું કે આ ફેરફાર 15 માર્ચથી માસિક પૂજા દરમિયાન ટ્રાયલ ધોરણે લાગુ કરવામાં આવશે અને વિશુ પૂજા દરમિયાન 12 દિવસ સુધી ચાલુ રહેશે.

