Same-Sex Marriage Verdict: સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની વિનંતી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે પોતાનો ચુકાદો આપતાં ગે લગ્નને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, મુખ્ય ન્યાયાધીશે ગે યુગલોને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે. CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિક યુગલો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

