Alphabet: બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આલ્ફાબેટના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે ગૂગલના સર્ચ એડ બિઝનેસની તુલના ડ્રગ્સ વેચવા સાથે કરી છે. આ સાથે, તેણે તેને વિશ્વમાં બનાવેલ સૌથી મહાન બિઝનેસ મોડલ ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે કંપની યુઝર્સની અવગણના કરીને જાહેરાતોથી આવક પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણે તેની સરખામણી સિગારેટ અથવા ડ્રગ્સ જેવા ગેરકાયદેસર ધંધાઓ સાથે પણ કરી. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ફાઈનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ માઈકલ રોઝકે જુલાઈ 2017માં ગૂગલ દ્વારા આયોજિત તાલીમ સત્ર દરમિયાન આ નોંધો લખી હતી.

