Get App

Navratri Sthapana: શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત, આ શુભ મુહૂર્તમાં કરો ઘટ સ્થાપના

Shardiya Navratri 2023: ભક્તો માતાજીની આરતી કરી ગરબા રમી નવરાત્રી માણતા હોય છે. ભક્તો ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીની નવ દિવસ પૂજા પણ કરે છે. આવો જાણીએ મા દુર્ગાની પૂજા વિધિ, કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2023 પર 11:01 AM
Navratri Sthapana: શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત, આ શુભ મુહૂર્તમાં કરો ઘટ સ્થાપનાNavratri Sthapana: શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત, આ શુભ મુહૂર્તમાં કરો ઘટ સ્થાપના
Shardiya Navratri 2023: નવરાત્રીમાં માતાજીની ઉપાસનાનું મહાત્મ્ય હોય છે.

Shardiya Navratri 2023: માઈભક્તો જેની વર્ષથી રાહ જોઇ રહ્યા હતા તે નવરાત્રીની શરૂઆત થઈ છે. વર્ષમાં 2 મુખ્ય નવરાત્રી આવે છે ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનું ઘણું મહત્વ છે પરંતુ શારદીય નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગરબા-દાંડિયાનું પણ અનેરું મહત્વ છે. તેથી આ નવરાત્રી ખાસ બની રહે છે. નવરાત્રીમાં માતાજીની ઉપાસનાનું મહાત્મ્ય હોય છે. ભક્તો માતાજીની આરતી કરી ગરબા રમી નવરાત્રી માણતા હોય છે. ભક્તો ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીની નવ દિવસ પૂજા પણ કરે છે. આવો જાણીએ મા દુર્ગાની પૂજા વિધિ, કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત.

નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન અથવા કળશ સ્થાપિત કરવાની પરંપરા છે. આ વખતે પ્રતિપદા તિથિ રાત્રે 11:52 કલાકે શરૂ થઈ રહી છે. આ સાથે ચિત્રા નક્ષત્ર પણ સાંજે 06.43 કલાકે છે. પંચાંગ અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે સવારે 11:38થી બપોરે 12:23 સુધી કલશ સ્થાપના માટે અભિજિત મુહૂર્ત છે.

ઘટસ્થાપન પૂજા સામગ્રી

નવરાત્રી દરમિયાન એવી માન્યતા છે કે કળશની સ્થાપના કરવા માટે માટીના વાસણમાં માટી નાખી તેમાં જવના બીજ વાવો. હવે તાંબાના વાસણ પર કંકુ વડે સ્વસ્તિક બનાવો. માટલીના ઉપરના ભાગમાં નારાછડી બાંધો. હવે આ વાસણને પાણીથી ભરો અને તેમાં ગંગા જળના થોડા ટીપાં ઉમેરો. માતા દુર્ગાને ખાસ કરીને લાલ રંગ પસંદ છે. તેથી લાલ રંગનું સ્થાપન જ ખરીદો. આ ઉપરાંત કળશની સ્થાપના માટે માટીનું વાસણ, જવ, માટી, પાણીથી ભરેલો કલશ, નારાછડી, એલચી, લવિંગ, કપૂર, કંકુ, આખી સોપારી, આખા ચોખા, સિક્કા, આસોપાલવના પાંચ પાન અથવા કપૂરી પાન, નારિયેળ, ચુંદડી, સિંદૂર, ફળો, ફૂલ, માળા અને સૌંદર્ય પ્રસાધનનો થોડો સામાન પણ જરૂરી છે. આ વર્ષે માતા ભગવતી હાથી પર સવાર થઈને આશીર્વાદ આપશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો