Get App

America bridge accident: ભારતીયોની બુદ્ધિમત્તાને કારણે ઘણા લોકોના બચ્યા જીવ, બ્રિજ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ બાયડનનું નિવેદન

America bridge accident: આ પહેલા મેરીલેન્ડના ગવર્નરે કહ્યું હતું કે બ્રિજ સાથે અથડાતા જહાજના 22 સભ્યોના ક્રૂ તમામ ભારતીય હતા અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાતા પહેલા ચેતવણીનો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Mar 27, 2024 પર 1:30 PM
America bridge accident: ભારતીયોની બુદ્ધિમત્તાને કારણે ઘણા લોકોના બચ્યા જીવ, બ્રિજ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ બાયડનનું નિવેદનAmerica bridge accident: ભારતીયોની બુદ્ધિમત્તાને કારણે ઘણા લોકોના બચ્યા જીવ, બ્રિજ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ બાયડનનું નિવેદન
America bridge accident: આ જહાજની માલિકી ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડ પાસે છે

America bridge accident: અમેરિકાના બાલ્ટીમોરમાં સોમવારે મોડી રાત્રે એક માલવાહક જહાજ એક મોટા પુલ સાથે અથડાયું હતું. જેના કારણે પુલ તૂટીને નીચે નદીમાં પડ્યો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સેંકડો લોકોના મોત થયા હોત. પરંતુ જહાજના ક્રૂ મેમ્બરોની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી. તમને જણાવી દઈએ કે આ જહાજમાં તમામ ભારતીયો સવાર હતા. હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને બુધવારે કહ્યું કે ભારતીય ટીમની બુદ્ધિમત્તાએ ઘણા લોકોના જીવ બચાવ્યા.

અમેરિકી પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે, "જહાજ પર સવાર કર્મચારીઓએ મેરીલેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનને પહેલેથી જ એલર્ટ કરી દીધું હતું કે તેઓએ તેમના જહાજ પરનો અંકુશ ગુમાવી દીધો છે. પરિણામ એ આવ્યું કે સ્થાનિક અધિકારીઓએ પુલ ધરાશાયી થાય તે પહેલા તેને ખાલી કરાવવો પડ્યો."

અગાઉ, મેરીલેન્ડના ગવર્નરે કહ્યું હતું કે બ્રિજ સાથે અથડાતા જહાજના 22 સભ્યોના ક્રૂ તમામ ભારતીય હતા અને ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજને ટકરાતા પહેલા ચેતવણી મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે અધિકારીઓને વાહન ટ્રાફિકને મર્યાદિત કરવામાં મદદ કરી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો