ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ 286 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ આજે સવારે સ્પેસએક્સના ડ્રેગન અંતરિક્ષયાનમાં સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા. બુધવારે સવારે 3:27 વાગ્યે (IST) અંતરિક્ષયાન ફ્લોરિડાના કિનારે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. સ્પેસએક્સના ડ્રેગન અંતરિક્ષયાનમાંથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના સફળ વાપસી પછી, વિશ્વની નજર હવે આગામી એક્સિયમ મિશન 4 (એક્સ-4) પર ટકેલી છે, જેમાં ભારતની નોંધપાત્ર ભાગીદારી હશે.

