Get App

Car black film: કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું, 3 હજારનો દંડ

Surat: પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું. પોલીસકર્મીને 3 હજારનો દંડ કરાયો

MoneyControl Newsઅપડેટેડ Aug 18, 2023 પર 3:54 PM
Car black film: કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું, 3 હજારનો દંડCar black film: કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું, 3 હજારનો દંડ
Surat: પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું

સુરતઃ શહેરમાં પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ હટાવી દંડ ફટકારાયો છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરનારા લોકો સામે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી પોલીસકર્મીને 3 હજારનો દંડ કરાયો છે. તેમજ પોલીસકર્મી પાસે પીયુસી તથા વીમો પણ ન મળતા ડિંડોલી પોલીસ સ્ટેશનના PIએ સ્થળ પર પહોંચી દંડ વસુલી કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી.

પોલીસકર્મીને 3 હજારનો દંડ

વકીલે પોલીસકર્મીને ટ્રાફિક નિયમનું ભાન કરાવ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને કારમાં બ્લેક ફિલ્મ માટે દંડ ભરાવડાવ્યો છે. પોલીસની ગાડીમાં લાગેલ કાળી ફિલ્મ ઉતારી 3000નો મેમો ભરાવ્યો છે. સાંઈ પોઇન્ટ ડીંડોલી ખાતેની આ ઘટના છે. જ્યારે કારમાં કાળા કાચ, પોલીસનું ટેગ, પીયુસી અને વીમો ન હતો. ડીંડોલી સર્કલ PIએ સ્થળ પર આવી 3000નો દંડ વસૂલ કર્યો હતો. PIએ જ કારના કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી. એડવોકેટ મેહુલ બોઘરાએ વધુ એક પોલીસ કર્મીને કાયદાનું ભાન કરાવ્યું છે.

વડીલોએ ઉત્તમ દાખલો બેસાડ્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો