ભારતમાં સોના પ્રત્યેનો લગાવ કોઈનાથી છુપાયેલો નથી. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ ભલે આસમાને પહોંચી ગયા હોય, પરંતુ લગ્ન કે તહેવારોમાં તેની ધૂમ ખરીદી ચાલુ જ રહે છે. લોકો સોનાને એક ઉત્તમ રોકાણ માને છે. પરંતુ, શું તમે જાણો છો કે દેશમાં દર વર્ષે જેટલું નવું સોનું ખરીદાય છે, તેના કરતાં અનેકગણું સોનું લોકોના ઘરમાં વર્ષોથી સચવાયેલું પડ્યું છે?

