ઈલેક્ટ્રોનિક્સ ડિવાઇસ બનાવતી કંપની 'બોટ'ના કો ફાઉન્ડર અમન ગુપ્તાએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ વિશેના તાજેતરના નિવેદનનું સમર્થન કર્યું છે. ગોયલે હાલમાં જ જણાવ્યું હતું કે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ કરિયાણાની ડિલિવરી કરવાને બદલે ડીપટેક સાથે જોડાયેલા નવા સંશોધનો પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચર્ચા શરૂ થઈ હતી, જેની વચ્ચે ગુપ્તાએ 'એક્સ' પર એક પોસ્ટ શેર કરી.

