Kedarnath Dham: કેદારનાથ ધામમાં કેટલાક યુવકોએ મંદિરની પાછળના ભાગમાં લાઉડ મ્યુઝ્ક વગાડીને અને નાચીને હોબાળો મચાવ્યો, જેના કારણે તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. આ યુવકો પર મંદિરની પવિત્રતા ભંગ કરવાનો આરોપ છે. મંદિર સમિતિના અધિકારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે યુવકોની ઓળખ કરવાની કવાયત ચાલી રહી છે. પોલીસે લોકોને આ વીડિયો શેર ન કરવા અપીલ કરી છે, કારણ કે તેનાથી ધામની પવિત્રતાને ઠેસ પહોંચી શકે છે.