Mahakumbh 2025: આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માને છે કે 45 દિવસના મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા બિઝનેસથી ના માત્ર રોજગાર અને નફામાં વધારો થશે, પરંતુ ઉત્તર પ્રદેશના GDPમાં પણ એક ટકા કે તેથી વધુનો વધારો થઈ શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે વિશ્વભરમાંથી આવતા ભક્તો દ્વારા કરવામાં આવતા ખર્ચથી માંગ વધશે, ઉત્પાદન વધશે, રોજગાર વધશે અને નાના-મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સામાં પૈસા આવશે. એટલું જ નહીં, આ કાર્યક્રમથી સરકારને પણ મોટી આવક થશે, જેનો ઉપયોગ રાજ્યના માળખાગત સુવિધાઓમાં થશે અને GST કલેક્શનમાં પણ મોટો ઉછાળો આવશે.