Get App

Nuclear Power Plant: રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! પરમાણુ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ

Nuclear Power Plant: વડોદરાની કંપનીએ ન્યુક્લિયર રિએક્ટર માટે 3 જટિલ સાધનો બનાવી ઇતિહાસ રચ્યો છે. રશિયા કે અમેરિકા પણ જે નથી કરી શક્યા તે કામ વડોદરામાં થયું છે. જાણો આત્મનિર્ભર ભારતની આ મોટી સફળતા વિશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2026 પર 4:12 PM
Nuclear Power Plant: રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! પરમાણુ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિNuclear Power Plant: રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! પરમાણુ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ
વડોદરામાં તૈયાર થયેલો આ સાધનોનો પહેલો જથ્થો તમિલનાડુ સ્થિત 'કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ' ખાતે મોકલવામાં આવશે.

Nuclear Power Plant: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાએ ફરી એકવાર વૈશ્વિક ફલક પર ભારતનો ડંકો વગાડ્યો છે. અત્યાર સુધી આપણે ન્યુક્લિયર પ્લાન્ટના જટિલ સાધનો માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે વડોદરાના એક નાના MSME એકમે આ ઈજારાશાહી તોડી નાખી છે. શહેરના 'વિવિધ હાઇફેબ' નામના એકમે 3 વર્ષની રાત-દિવસની મહેનત બાદ પરમાણુ રિએક્ટરમાં વપરાતા અત્યંત મહત્વના સાધનો સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કર્યા છે.

વિશ્વમાં પ્રથમવાર: એક જ છત નીચે બન્યા ત્રણ સાધનો

આ સમાચાર માત્ર વડોદરા કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યજનક છે. રશિયા અને અમેરિકા જેવા સુપરપાવર દેશો પણ જે નથી કરી શક્યા, તે વડોદરાએ કરી બતાવ્યું છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે જરૂરી મુખ્ય ત્રણ સાધનો એક જ જગ્યાએ (એક જ ફેક્ટરીમાં) બન્યા હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના છે.

આ ત્રણ મુખ્ય સાધનો નીચે મુજબ છે:

* ફ્યુઅલ ટ્રાન્સફર મશીન

* સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર

* સ્ટોરેજ રેક્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો