Vande Bharat train alert: ભારતીય રેલવેની અત્યાધુનિક અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેની ઝડપને બદલે સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રેલવે સુરક્ષા આયોગના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વંદે ભારત ટ્રેનોની હાઈ સ્પીડને કારણે, જો ટ્રેક પર પશુ કે અન્ય કોઈ અવરોધ આવે તો મોટો અકસ્માત થઈ શકે છે. આ રિપોર્ટે ટ્રેનની સુરક્ષા અંગે નવી ચર્ચા જન્માવી છે.