Vande Bharat: દેશના અનેક રાજ્યોને વંદે ભારતની ભેટ મળી છે. આ ટ્રેન ઘણી પોપ્યુલર બની છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં આ ટ્રેન ચલાવવાની માંગ કરી છે. પરંતુ આ ટ્રેનની સમસ્યા એ છે કે મોંઘા ભાડાને કારણે સામાન્ય લોકો તેમાં મુસાફરી કરી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર નવી ટ્રેન વંદે ઓર્ડિનરી ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ વંદે સધાર ટ્રેનથી પરપ્રાંતિય મજૂરો પણ ખૂબ જ ઓછા ખર્ચે લક્ઝરી કોચમાં મુસાફરી કરી શકશે.