Weather Update: દેશભરમાં ફરી એક વખત ભારે વરસાદને કારણે લોકોનું ટેન્શન વધી ગયું છે. રાજધાની દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જિલ્લા પ્રશાસને શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગનો અંદાજ છે કે દિલ્હી, નોઈડા અને આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ પડશે. દિલ્હીમાં પૂરના પાણી ઓસર્યા જ હતા કે ફરી પાણી ભરાઈ જવાનો ખતરો ઉભો થયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં હિંડોન નદીનું જળસ્તર વધે તે પહેલા જ પૂરના પાણી ફેલાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મુશળધાર વરસાદ હવે મુશ્કેલીનું કારણ બની શકે છે.

