Get App

West Asia War: પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું પગલું, આજે બોલાવી CCSની હાઈ-લેવલ મીટિંગ, જાણો શું થશે ચર્ચા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સમીક્ષા માટે PM મોદી આજે સાંજે 7 વાગ્યે CCS ની હાઈ-લેવલ મીટિંગ યોજશે. ભારતની અર્થવ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા પર થશે ચર્ચા.

MoneyControl Newsઅપડેટેડ Apr 01, 2026 પર 3:14 PM
West Asia War: પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું પગલું, આજે બોલાવી CCSની હાઈ-લેવલ મીટિંગ, જાણો શું થશે ચર્ચાWest Asia War: પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે PM મોદીનું મોટું પગલું, આજે બોલાવી CCSની હાઈ-લેવલ મીટિંગ, જાણો શું થશે ચર્ચા
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સંઘર્ષની સ્થિતિ સતત બદલાઈ રહી છે અને તેની અસર આખી દુનિયા પર કોઈને કોઈ રીતે પડી રહી છે.

West Asia War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સતત બદલાતી સ્થિતિ વચ્ચે ભારત સરકાર સંપૂર્ણ રીતે સતર્ક બની છે. સંકટની આ ઘડીમાં ભારત પર થનારી અસરોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 7 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત બેઠકની અધ્યક્ષતા કરશે. આ હાઈ-લેવલ મીટિંગમાં તમામ સંબંધિત મંત્રીઓ હાજર રહેશે. આ અગાઉ 22 માર્ચના રોજ પણ આવી જ એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. થોડા જ દિવસોમાં યોજાઈ રહેલી આ બીજી બેઠક દર્શાવે છે કે સરકાર ભારતના વ્યૂહાત્મક અને આર્થિક હિતોને અસર કરતા વૈશ્વિક ઘટનાક્રમ પર કેટલી ગંભીર છે.

તાજેતરમાં જ પીએમ મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે.

અગાઉની બેઠકમાં શું ચર્ચા થઈ હતી?

અગાઉની બેઠક દરમિયાન કેબિનેટ સચિવે વૈશ્વિક સ્થિતિ અને ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા લેવાયેલા પગલાં અંગે એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સંઘર્ષની ભારત પર શું અસર પડશે અને તેના માટે સરકારે શું તૈયારી કરી છે. સામાન્ય માણસની જરૂરિયાતો જેમ કે અન્ન, ઉર્જા અને ઈંધણની અછત ન સર્જાય તે માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ખેડૂતોને આગામી ખરીફ પાક માટે સમયસર ખાતર મળી રહે તે માટે પૂરતો સ્ટોક જાળવી રાખવો અને ભવિષ્ય માટે ખાતરના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, દેશના તમામ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પૂરતો સપ્લાય છે, જેથી ભારતમાં વીજળીની કોઈ કમી નહીં વર્તાય. કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો માટે આયાતના નવા વિકલ્પો શોધવા. આ ઉપરાંત ભારતીય નિકાસ વધારવા માટે નવા બજારો વિકસાવવા પર પણ રણનીતિ ઘડાઈ રહી છે.

પીએમ મોદીનો સ્પષ્ટ નિર્દેશ

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે આ સંઘર્ષની સ્થિતિ સતત બદલાઈ રહી છે અને તેની અસર આખી દુનિયા પર કોઈને કોઈ રીતે પડી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય નાગરિકોને આ મુશ્કેલીઓની અસરથી બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ થવા જોઈએ. વડાપ્રધાને તમામ સરકારી વિભાગોને એકસાથે મળીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દેશના નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને અર્થવ્યવસ્થા મજબૂત રહે.

બધા સમાચાર

+ વધુુ વાંચો