Sunita Williams latest news: તમે ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને જાણતા જ હશો. તે છેલ્લા આઠ મહિનાથી અવકાશમાં ફસાયેલી છે. તે આ વર્ષે માર્ચના અંતમાં પૃથ્વી પર પરત ફરશે. ભલે તે માત્ર 8 દિવસના મિશન પર અવકાશમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓ અને મિશનની તારીખમાં ફેરફારને કારણે તે હજુ સુધી પરત ફરી શક્યા નથી. આ સમય દરમિયાન, તેમના ઝડપી વજન ઘટાડાના સમાચારે બધાને ચિંતામાં મૂકી દીધા છે. નાસા તરફથી મળેલી નવી માહિતી અનુસાર, ક્રૂ-10ના મિશનની તારીખ મોકૂફ રાખવામાં આવી છે. આ કેપ્સ્યુલ 12 માર્ચ, 2025ના રોજ લોન્ચ કરવામાં આવશે અને માર્ચના અંત સુધીમાં તે પરત આવવાની ધારણા છે.