America strikes Iran Nuclear Sites: અત્યાર સુધી ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર મિસાઈલ છોડતા હતા, ફાઈટર જેટ અથવા ડ્રોનથી હુમલો કરતા હતા. પરંતુ અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં પણ કૂદી પડ્યું. તેણે ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો. માહિતી અનુસાર, અમેરિકાએ આ હુમલા માટે બંકર બસ્ટર બોમ્બ તેમજ ટોમાહોક ક્રુઝ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.