મુંબઈના પ્રખ્યાત ભગવાન ગણેશના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટની આવક ગત નાણાકીય વર્ષ (2024-25)માં વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 133 કરોડ રૂપિયા થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુડી પડવા પર સોના-ચાંદીની હરાજીથી મંદિર પ્રશાસને રેકોર્ડબ્રેક 1.33 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં ગુડી પડવા પર 75 લાખ રૂપિયાની આવક થઈ હતી.

