Get App

ઉત્તરાખંડ પછી, ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે UCC, CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી, 5 સભ્યોની સમિતિની રચના

ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી. આ માટે તેમણે 5 સભ્યોની સમિતિ પણ બનાવી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 04, 2025 પર 12:59 PM
ઉત્તરાખંડ પછી, ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે UCC, CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી, 5 સભ્યોની સમિતિની રચનાઉત્તરાખંડ પછી, ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે UCC, CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી, 5 સભ્યોની સમિતિની રચના
કમિટી 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે

ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે મોટી જાહેરાત કરી. તેમણે 5 સભ્યોની સમિતિની રચના પણ કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન રહ્યું છે. PM MODIએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'

કોમન સિવિલ કોડનો થશે દેશવ્યાપી અમલ: CM

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UCC માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગુજરાત PMના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે. ભારત દેશમાં આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રીએ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ નિર્ણય લીધો છે. ભાજપ દ્વારા જે વચનો આપવામાં આવે તે પૂરા‌ કરે છે. ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને હક્ક મળે તે હેતુંથી સરકાર આગળ વધી રહી છે.

કમિટી 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે

UCCને લઇ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UCC માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. નિવૃત્ત જજ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનશે. 5 સભ્યોની સમિતિ 45 દિવસમાં રિપોર્ટ આપશે. રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. 45 દિવસમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે. રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ છે. ઉત્તરાખંડમાં UCCની કમિટીમાં પણ રંજના દેસાઈ સામેલ હતા. પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોરનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ IAS સી.એલ મીના, એડવોકેટ આર.સી કોડેકર, સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો