Get App

Gujarat weather: માવઠાનો માર, સૌરાષ્ટ્રમાં મેઘો મૂશળધાર! તલાલામાં દોઢ ઇંચ વરસાદ, રાજકોટમાં કરા પડ્યાં, જુનાગઢમાં જોરદાર ઝાપટું

Gujarat weather: બે કલાકમાં સૌથી વધુ ગીર સોમનાથના તલાલામાં દોઢ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2023 પર 10:17 AM
Gujarat weather: માવઠાનો માર, સૌરાષ્ટ્રમાં મેઘો મૂશળધાર! તલાલામાં દોઢ ઇંચ વરસાદ, રાજકોટમાં કરા પડ્યાં, જુનાગઢમાં જોરદાર ઝાપટુંGujarat weather: માવઠાનો માર, સૌરાષ્ટ્રમાં મેઘો મૂશળધાર! તલાલામાં દોઢ ઇંચ વરસાદ, રાજકોટમાં કરા પડ્યાં, જુનાગઢમાં જોરદાર ઝાપટું
Gujarat weather: રવિવારે સવારે 6થી 8 કલાક દરમિયાન 20 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો

Gujarat weather: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું વરસી રહ્યુ છે. ત્યારે આજે રવિવારે સવારે 6થી 8 કલાક દરમિયાન 20 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ગીર સોમનાથના તલાલામાં દોઢ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તો બીજી બાજુ રાજકોટ, મોરબી અને સુરતમાં ગાજવીજ અને વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે.

જેમા સૌથી વધુ ગીર સોમનાથ તલાલામાં 38 એમએમ એટલે કે, 1.52 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે પાટણમાં 1.40 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલીમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે સવારે બે કલાકમાં ગીરસોમનાથના ઉના, સુત્રાપાડા તથા જૂનાગઢના કેશોદ, માલિયા મિયાણા, જૂનાગઢ, વિસાવદર, મેંદરડા, માંગરોલમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે અમરેલીના ખાંભા, ધારી, જાફરાબાદ અને રાજકોટના ગોંડલ, ધારાજી, જેતપુર, પડધરીમાં પણ વરસાદ નોંધાયો છે. આજે રાજકોટ શહેરમાં ગાજ વીજ સાથે કરા પડયાં છે. આ સાથે શહેર અને આસપાસના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પણ થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોરદાર પવન સાથે કરા પડતાં હોવાની માહિતી મળી રહી છે.

આજે રાજકોટ સહિત સુરતમાં પણ કરા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. જોકે ખેડૂતોમાં વરસાદ અને કરા પડ્યાના કારણે રવિપાકમાં મોટું નુકસાન થવાની ભિતી સર્જાઇ છે. આજ સવારથી રાજકોટ, સુરત અને મોરબીના અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે, આજે રવિવારે એટલે 26મી તારીખે છોટાઉદેપુર તથા દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા સાથે દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો