વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યુયોર્કમાં ‘મોદી એન્ડ યુએસ' કાર્યક્રમમાં NRIને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે,લોકલથી ગ્લોબલ’. તેમણે કહ્યું કે ભારત માતાએ આપણને જે શીખવ્યું છે તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. આપણે જ્યાં પણ જઈએ છીએ, આપણે દરેકને પરિવારની જેમ માનીએ છીએ અને તેમની સાથે ભળીએ છીએ. આપણે એવા દેશના રહેવાસી છીએ જ્યાં સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ અને અનેક મંતવ્યો છે. આ હોવા છતાં, આપણે થઈ આગળ વધી રહ્યા છીએ. આ હોલમાં જ વિવિધ ભાષાઓ બોલતા લોકો છે.